ભાજપે વિપક્ષ દ્વારા મહાઅભિયોગનો પ્રસ્તાવ લાવવાની સખત ટીકા કરી છે. નાણામંત્રી અને ભાજપાના વરીષ્ઠ નેતા અરૂણ જેટલીએ કહ્યું હતું કે, કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ મહાઅભિયોગ પ્રસ્તાવનો ઉપયોગ રાજનીતિક હથિયારના રૂપમાં કરી રહી છે. નોંધનીય છે કે કોંગ્રેસની આગેવાનીમાં સાત વિપક્ષી પાર્ટીઓએ રાજ્યસભામાં સભાપતિ વેંકૈયા નાયડુને આ પ્રસ્તાવ આપ્યો છે.