સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC)એ મોદી સરકારને મોટો ફટકો આપ્યો છે. CICએ પોતાના મહત્વના નિર્ણયમાં સરકારને આદેશ આપ્યો છે કે ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પાર્ટીઓને ફંડ આપનારા લોકોના નામ સાર્વજનિક કરવા પડશે. CICએ સરકારને નિર્દેશ આપ્યો છે કે, તેઓ એ ફંડ આપનારાઓનું નામ જાહેર કરે જેમણે અપીલ કરી હતી કે, તેમના નામ જાહેર ન કરવામાં આવે.
મોદી સરકારે ઇલેક્ટોરલ બૉન્ડની કરી હતી શરૂઆત
વર્ષ 2018માં મોદી સરકારે એ દાવા સાથે ઇલેક્ટોરલ બૉન્ડની શરૂઆત કરી હતી કે, તેનાથી રાજકીય ફંડિગમાં પારદર્શિતા વધશે અને સાચુ ધન આવશે. જણાવી દઈએ કે મોદી સરકારે વ્યવસ્થા કરી હતી કે, કોઇપણ દાતા પોતાની ઓળખ છુપાવતા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાથી એક કરોડ રૂપિયા સુધીના મુલ્યના ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદી પોતાની પસંદગીની રાજકીય પાર્ટીને ફંડના રુપે આપી શકે છે.
RBIએ આપી હતી સરકારને ચેતવણી
આ વ્યવસ્થા ફંડ આપનારાઓની ઓળખ જાહેર નથી કરતી અને તેને ટેક્સથી પણ છુટ પ્રાપ્ત છે. જોકે, એ સમયે તેના પર વિવાદ થયો હતો અને જાણકારોએ કહ્યું હતું કે, તેનાથી ચૂંટણી ફંડિગમાં અપારદર્શિતા વધશે અને વિદેશી ફંડ પણ રાજકીય પાર્ટીઓને સરળતાથી મળવા લાગશે. આ મામલે રિઝર્વ બેન્ક (RBI)એ પણ સરકારને ચેતવણી આપી હતી પરંતુ એ સમયે રિઝર્વ બેન્કની સલાહ પર મોદી સરકારે બાજુ પર રાખતા તેને જાહેર કરી હતી.