કેન્દ્રીય માહિતી પંચે ચૂંટણી બોન્ડ ખરીદનારની માહિતી સાથે કોઇ જાહેર હીત સંકળાયેલું ના હોવાનું કહીને તે અંગેની માહિતી માટે થયેલી અરજીને ફગાવી દીધી છે. સ્ટેટ બેન્કે દલીલ કરી હતી કે પુણે ખાતેના આરટીઆઇ કાર્યકર વિહાર દુર્વેએ જે માહિતી માંગી છે તે વ્યક્તિગત માહિતી છે અને ગ્રાહકે બેન્ક પર મૂકેલા વિશ્વાસને તે માહિતી સાથે સંબંધ છે. દુર્વેએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખાઓ પાસેથી તેમના હિસાબી ચોપડેથી ચૂંટણી બોન્ડ આધારે અનુદાન આપનાર અને લેનાર અંગે માહિતી માંગી હતી.