ગૃહમંત્રી રાજનાથ સિંહે શુક્રવારે પાકિસ્તાનમાં ફરી સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હોવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું છે કે, બીએસએફ જવાન નરેન્દ્ર નાથ સાથે કરવામાં આવેલી બર્બરતાના બદલામાં બે-ત્રણ દિવસ પહેલાં જ બધુ ઠીક કરી દેવામાં આવ્યું છે. પરંતુ તે વિશે હમણાં કશુ નહીં કહું. 29 સપ્ટેમ્બર 2016માં ભારતીય સેનાએ પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈકલ કરી 40 કરતાં વધુ આતંકીઓને ઠાર કર્યા હતા.