કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. બુધવારની સાંજે અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતુ. મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડે.સીએમ નીતિન પટેલ સહિતના ભાજપના નેતાઓએ એરપોર્ટ પર અમિત શાહનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ તેઓ ઈન્કમટેક્ષ બ્રિજના લોકાર્પણ માટે પહોંચ્યા હતા. અહીં પણ ઢોલ-નગારા સાથે અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત શાહે ઈન્કમટેક્ષ બ્રિજનું લોકાર્પણ કરી બ્રીજને લોકો માટે ખુલ્લો મુક્યો હતો.