ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ખાસ કરીને અમદાવાદમાં સ્થિતિ વધુ વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કેન્દ્રીય ગૃહ વિભાગની ટીમ ગુજરાતની મુલાકાતે આવી છે. રાજ્યના અલગ-અલગ શહેરની મુલાકાત બાદ આજરોજ અમદાવાદ શહેરની મુલાકાતે આવી પહોંચી છે. રાજ્યના ગૃહ વિભાગના અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર, કલેકટર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની કેન્દ્રની ગૃહવિભાગની ટીમ સાથે ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી હયાત હોટલમાં બેઠક યોજાઇ છે.
કેન્દ્રના ગૃહવિભાગ દ્વારા દુકાનો ખોલવા અંગે જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તેના વિશે ચર્ચા પણ કરવામાં આવી રહી છે. કેન્દ્રની ટીમ કોરોના અંગેની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. કેન્દ્રની ટીમ શહેરના કોટ વિસ્તાર તથા કર્ફ્યૂમુક્ત થયેલા વિસ્તારોની પણ મુલાકાત લઇ શકે છે. આવનારા સમયમાં કોરોના સામેની જંગમાં કેવી રીતે કામગીરી રહેશે તેની પર ચર્ચા થઇ છે. હોસ્પિટલોની વ્યવસ્થા અને અન્ય મેડિકલને લગતા સાધનો તથા કોરોના ટેસ્ટની કીટ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.