કેન્દ્ર સરકારે નિયમોનું ઉલ્લંઘન કરીને નાણાંકીય વર્ષ 2017-18 અને 2018-19માં GST કોમ્પન્સેશનની 47 હજાર 272 કરોડ રૂપિયાની રકમ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં મૂકી છે અને આ ફંડના નાણાંનો ઉપયોગ અન્ય કામો પાછળ કરાયો છે. આવો આરોપ કોમ્પ્ટ્રોલર ઓડિટર ઓફ જનરલ એ પોતાના તાજેતરની અહેવાલમાં મોદી સરકાર સામે કર્યો છે.
CFIમાંથી નાણાં ચૂકવવાની કોઇ કાયદાકીય જોગવાઇ નથી
પાછલા સપ્તાહે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારમણે સંસદમાં જણાવ્યુ હતુ કે રાજ્યોને જીએસટી કોમ્પન્સેશન આપવા માટે CFIમાંથી નાણાં ચૂકવવાની કોઇ કાયદાકીય જોગવાઇ નથી. પરંતુ CAGએ કહ્યુ કે, ખુદ સરકારે જ આ નિયમનું ઉલ્લંઘન કર્યુ છે.
જીએસટી કોમ્પન્સેશન સેશ કલેક્શનમાં ઓછું ફંડ આવ્યુ
CAGએ પોતાની રિપોર્ટમાં જણાવ્યુ છે કે, સ્ટેટમેન્ટ 8,9 અને 13ના ઓડિટ વિશ્લેષ્ણની માહિતીથી જાણવા મળ્યુ છે કે, જીએસટી કોમ્પન્સેશન સેશ કલેક્શનમાં ઓછું ફંડ આવ્યુ છે. નાણાકીય વર્ષ 2017-18 અને 2018-19ની માટે 47 હજાર 272 કરોડ રૂપિયા ઓછા ફંડમાં જમા થયા છે. જે જીએસટી કોમ્પન્સેશન સેશ એક્ટ – 2017ના નિયમોનું ઉલ્લંઘન છે.