કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બુધવારે અત્રે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દેશભરમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) લાગુ કરશે. તેમણે દોહરાવ્યું હતું કે દેશમાંથી એક એક ઘૂસણખોરને શોધી કાઢીને તેમનો દેશ નિકાલ કરાશે.
એક કાર્યક્રમમાં ભાગ લેતી વખતે અમિત શાહે કહ્યું હતું કે શું કોઈ ભારતીય ગેરકાયદે અમેરિકા, રશિયા કે યુનાઇટેડ કિંગ્ડમમાં જઈને રહી શકે છે? જો એનો જવાબ ના હોય તો બીજા દેશોના નાગરિકો કોઈ પણ પ્રકારના દસ્તાવેજો વિના આપણા દેશમાં કેવી રીતે રહી શકે? અને એથી જ મારું માનવું છે કે એનઆરસી આખા દેશમાં લાગુ કરવામાં આવે.