પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે રવિવારે જણાવ્યું હતું કે, દેશનું અર્થતંત્ર અત્યંત ચિંતાજનક સ્થિતિમાં છે. જીડીપીનો વૃદ્ધિદર પાંચ ટકા થઈ જવો એ સંકેત છે કે દેશ લાંબી આર્થિક મંદીમાં સપડાયો છે. દેશમાં હાલ પ્રવર્તી રહેલી આર્થિક કટોકટી માટે કેન્દ્ર સરકારનું ઓલ રાઉન્ડ મિસમેનેજમેન્ટ જવાબદાર છે. સરકારની આર્થિક નીતિઓના કારણે મોટા પાયા પર લોકો નોકરી ગુમાવી રહ્યા છે. કેન્દ્ર સરકારે આર્થિક સ્થિતિ પર ચિંતાના સૂર વ્યક્ત કરતા તમામની મદદ લઈને અર્થતંત્રને પાટા પર લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. દેશમાં વધુ ઝડપથી વિકાસ કરવાની ક્ષમતા છે.