કેન્દ્ર સરકાર વિકસિત ભારતનું ધ્યેય હાંસલ કરવા રાજ્યોને ૭૫,૦૦૦ કરોડનું વ્યાજમુક્ત ધિરાણ પૂરુ પાડશે. આ વ્યાજમુક્ત ધિરાણ ૫૦ વર્ષ માટે પૂરુ પાડવામાં આવશે. સરકારે ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાનું ધ્યેય નિર્ધારિત કર્યુ છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં તેમના બજેટ ભાષણ દરમિયાન આ વાત જણાવી હતી.