શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનના નેતાઓને મળી રહ્યા છે. સોનિયા ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે કેજરીવાલના પરિવારને મળ્યા હતા. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર દિલ્હીમાં મહારાષ્ટ્રની આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રણનીતિ બનાવી રહ્યા છે. એ દરમિયાન તેમણે બાંગ્લાદેશના હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે પણ નિવેદન આપ્યું હતું.