બરતરફ ટ્રેઇની IAS પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે IAS (પ્રોબેશન) નિયમો, 1954ના નિયમ 12 હેઠળ તાત્કાલિક અસરથી પૂજા ખેડકરને ભારતીય વહીવટી સેવામાંથી (IAS) મુક્ત કરી દેવામાં આવી છે. સરકારે UPSC પરીક્ષામાં OBC અને વિકલાંગતા ક્વોટાનો દુરુપયોગ કરવા બદલ પૂજા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. અગાઉ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશને (UPSC) 31 જુલાઈએ પૂજાની ઉમેદવારી રદ કરી હતી. આ ઉપરાંત, પૂજાને ભવિષ્યની પરીક્ષાઓમાંથી પણ વંચિત રાખવામાં આવી હતી.