કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો એટલેકે CAPFમાં અગ્નિવીરની ભરતી માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે. CISFએ આ અંગે તમામ તૈયારીઓ કરી લીધી છે. CISF DG નીના સિંહે કહ્યું છે કે, હવે કોન્સ્ટેબલની ભરતીમાં 10 ટકા પોસ્ટ ભૂતપૂર્વ અગ્નિવીરો માટે અનામત રાખવામાં આવશે. ઉપરાંત તેઓને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષા(Physical efficiency test)માં મુક્તિ આપવામાં આવશે.