તમામ ડોકટરો માટે જેનરિક દવાઓ લખવી ફરજિયાત કરવામાં આવી છે. આમ નહીં કરનાર તબીબો સામે કાર્યવાહી કરવામાં આવશે. પ્રેક્ટિસ માટેનું તેમનું લાઇસન્સ પણ થોડા સમય માટે સસ્પેન્ડ કરી શકાય છે. નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા આ સંબંધમાં નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. NMCએ ડૉક્ટરોને રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરોના વ્યાવસાયિક આચરણ સંબંધિત નિયમોમાં બ્રાન્ડેડ જેનરિક દવાઓ સૂચવવાનું ટાળવા પણ કહ્યું છે.