નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબદુલ્લાએ શનિવારે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના ગવર્નર એસ.પી. મલિકે તેમના પક્ષને ખાતરી આપી છે કે બંધારણની કલમ ૩૭૦ કે ૩૫-એને રદ કરવાની કે રાજ્યના ત્રણ ભાગમાં વિભાજન માટેની કોઇ હીલચાલ નથી. જોકે જમ્મુ – કાશ્મીરના પુર્વ મુખ્યપ્રધાને કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે આ પ્રશ્ને કેન્દ્ર સરકાર સોમવારે સંસદમાં ખાતરી આપે. અબદુલ્લા અને નેશનલ પાર્ટીના અન્ય નેતા શનિવારે રાજ્યના ગવર્નર એસ.પી.મલિકને મળ્યા હતા. અબદુલ્લાહે જણાવ્યું હતું કે તેમણે તેમના પક્ષના સાંસદોને કેન્દ્ર સરકાર વીતેલા કેટલાક સપ્તાહથી જમ્મુ કાશ્મીરમાં સર્જાયેલી સ્થિતિ અંગે નિવેદન આપે તે મુજબની માગણી સાથે સોમવારે દરખાસ્ત રજૂ કરવાની સૂચના આપી દીધી છે.