દેશમાં જ્યાં કોરોનાનાં કેસો લોકડાઉન કર્યા બાદ પણ કંટ્રોલમાં નથી આવી રહ્યા ત્યાં કેન્દ્ર સરકારે ખાસ ટીમો મોકલી છે. કોરોનાનાં હોટપોટ બની ચુકેલા અમદાવાદ ખાતે ગઈ કાલે કેન્દ્રના ગૃહવિભાગ- હેલ્થ વિભાગની ટીમોએ અમદાવાદ કલેક્ટર, મ્યુનિ. કમિશનર અને પોલીસ કમિશનર સાથે મીટિંગ યોજી કોરોનાની સ્થિતિ, લૉકડાઉનની સ્થિતિ, પરપ્રાંતીય શ્રમિકોની સ્થિતિ, માસ્કની ગાઇડલાઇનનું પાલન અંગેની બાબતોની સમીક્ષા કરી હતી. દરેક વડાએ પોતપોતાની કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. મ્યુનિ. અને પોલીસની કામગીરીથી કેન્દ્રીય ટીમ સંતુષ્ટ થઈ હતી. દિલ્હીની ટીમે તેનું પ્રેઝન્ટેશન માગ્યું છે, જેથી અન્ય રાજ્યોમાં તેનો અમલ કરાવી શકાય. મોડી સાંજે ટીમે કોટ વિસ્તારમાં જ્યાં સૌથી વધુ પોઝિટિવ કેસ મળ્યા છે ત્યાં અને SVP હોસ્પિટલની મુલાકાત લીધી હતી.