કેન્દ્ર સરકારે છ યુટયૂબ ચેનલો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ ચેનલો લોકોને ભ્રામક માહિતી આપતી હતી અને સુપ્રીમ કોર્ટ, સંસદમાં થતી કાર્યવાહી તેમ જ ચૂંટણી બાબતે જૂઠી માહિતી ફેલાવતી હોવાનો આરોપ સરકારે મૂક્યો હતો.
બ્લોક થયેલી યુટયૂબ ચેનલોમાં ચૂંટણીના કવરેજમાં ખોટી માહિતી આપવામાં આવતી હતી. તે ઉપરાંત સંસદીય કામગીરીની બાબતે પણ પાયાવિહોણા અહેવાલો રજૂ થયા હતા. સુપ્રીમ કોર્ટની બાબતે ય ભ્રામક માહિતી ફેલાવીને દર્શકોને ગુમરાહ કરવામાં આવતા હતા.