કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી દેશમાં દેખાતી ૬૩ પોર્ન વેબસાઈટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ વેબસાઈટને બ્લોક કરવાનો આદેશ ટેલિકોમ્યુનિકેશન વિભાગે કર્યો હતો. આ વેબસાઈટ્સના યુઆરએલને સર્ચ રીઝલ્ટમાંથી હટાવી દેવાનો આદેશ કર્યો છે.
ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને એક નોટિસ પાઠવવામાં આવી છે. નવા આઈટી કાયદા પ્રમાણે આ કાર્યવાહી કરવામાં આવી છે. મોબાઈલ ફોન, લેપટોપ કે ડેસ્કટોપમાં આ વેબસાઈટ ખુલે નહીં તે માટે તેના યુઆરએલ બ્લોક કરી દેવાશે.