-
સને 2022માં ભારત જ્યારે આઝાદીના 75 વર્ષ-પોણી સદીની ઉજવણી કરી રહ્યું હશે ત્યારે ભારતની ઉપર અંતરિક્ષમાં 3 ભારતીય અંતરિક્ષ યાત્રીઓ(વ્યોમનટ્સ) પણ તે વખતના વડાપ્રધાનની સાથે શુભેચ્છા સંદેશાની આપ-લે કરી રહ્યાં હોય તેવા દ્રશ્યો જોવા મળશે. ભારત સરકારે 3 ભારતીયોને 7 દિવસ માટે અંતરિક્ષમાં મોકલવાના ખર્ચને મંજૂરી આપી છે, જે અંદાજે 10 હજાર કરોડ હોવાના અહેવાલ છે. સમગ્ર યોજનાને ગગનયાન નામ અપાયું છે અને અંતરિક્ષયાત્રીઓને વ્યોમનટ્સ તરીકે સંબોધવામાં આવશે. કેમ કે સંસ્કૃતમાં વ્યોમ એટલે અંતરિક્ષ અને અંતરિક્ષમાં જનારા વ્યોમનટ્સ એવું નામકરણ પણ કરવામાં આવ્યું છે. ભારતના ગગનયાન પ્રોજેક્ટને રશિયા અને ફ્રાન્સની પણ મદદ મળશે.