કેન્દ્ર સરકારે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર 14 એપ્રિલે જાહેર રજા જાહેર કરી છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં સરકારના નિર્ણયની માહિતી આપી.
બાબાસાહેબે સમાજમાં સમાનતાના નવા યુગની કરી સ્થાપના
ગજેન્દ્ર સિંહ શેખાવતે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, હવે આપણા પૂજ્ય બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર, બંધારણના ઘડવૈયા, જેમણે સમાજમાં સમાનતાના નવા યુગની સ્થાપના કરી, તેમની જન્મજયંતિ પર જાહેર રજા રહેશે." શેખાવતે કહ્યું, "આ નિર્ણય લઈને, બાબા સાહેબના સમર્પિત અનુયાયી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રની લાગણીઓનું સન્માન કર્યું છે.