મોદી સરકારે કોંગ્રેસ પાર્ટીની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને લોધી એસ્ટેટ સ્થિત બંગલો ખાલી કરવા માટે નોટિસ પાઠવી છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ બંગલો એક મહિનાની અંદર ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. SPG સુરક્ષા હટવાની સાથે જ બંગલો ખાલી કરવો પડશે.
આ નોટિસ મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાહેર કરવામાં આવી છે. ૬-બી, નંબર-૩૫ લોધી એસ્ટેટમાં તેઓ ફેમીલી સાથે રહે છે. લગભગ બે દાયકાથી તેઓ આ જ ઘરમાં રહી રહ્યા છે.
SPG સુરક્ષા અંતર્ગત ગાંધી વાડ્રા પરિવારને આ બંગલો આપવામાં આવ્યો હતો, પરંતુ ગતવર્ષે કેન્દ્ર સરકાર દ્વારા SPG સુરક્ષા હટાવી લેવામાં આવી હતી. મોદી સરકારના આ નિર્ણય બાદ કોંગ્રેસે આ ઘટનાને ષડ્યંત્ર ગણાવ્યું હતું.