રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધીને જણાવ્યું કે, રેડ ઝોનમાં અને કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારમાં સંક્રમણ વધે નહીં તે માટે અને તે વિસ્તારમાં સંક્રમણ બહારના વિસ્તારમાં ફેલાઈ નહીં તે પૂરતી ફોર્સ સાથે સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. અમદાવાદના કન્ટેઈમેન્ટ એરિયામાં સંક્રમણ વધ્યું હોવાથી સરકાર દ્વારા સુરક્ષા વધુ સઘન બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર તરફથી પેરા મિલિટરીની વધુ 7 કંપનીઓ ફાળવવામાં આવેલ છે. જેમાં 6 કંપની BSF અને એક કંપની CISFનો સમાવેશ થાય છે. જેમાંથી અમદાવાદના કન્ટેઈન્મેન્ટ એરિયા માટે BSFની ચાર કંપનીઓ ફાળવવામાં આવેલ છે. અને સાથે જ RAFની એક કંપની પણ ફાળવવામાં આવી છે. અગાઉ 3 અને હાલની 5 કંપનીઓ મળી કુલ 8 કંપનીઓ કન્ટેઈમેન્ટ વિસ્તારની અભેદ્ય કિલ્લાબંધી કરવામાં આવશે. આમ અમદાવાદમાં SRP અને પેરામિલિટરીની મળીને કુલ 38 કંપનીઓ ફાળવવામાં આવી છે.