Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારી  ઓ માટે એડહોક બોનસને મંજુરી આપી દીધી છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તે પહેલા જ સરકારે કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી મોટી ભેટ આપી છે. નાણા મંત્રાલયે ગઈકાલે વર્ષ 2022-23 માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બોનસની ગણતરી કરવાની મહત્તમ મર્યાદા 7 હજાર રુપિયા નક્કી કરી છે.
કેન્દ્ર સરકાર હેઠળના ગ્રુપ બી અને ગ્રુપ સીમાં આવતા નોન-ગેઝેટેડ કર્મચારીઓ ને પણ બોનસ મળે છે. આ ઉપરાંત કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને સશસ્ત્ર દળોના કર્મચારીઓને પણ એડહોક બોનસનો લાભ આપવામાં આવે છે. આ બોનસમાં તમને 30 દિવસની સેલેરી જેટલા જ રુપિયા મળશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ