દેશમાં 3 મે સુધી લૉકડાઉન છે ત્યારે હાલમાં કેન્દ્ર સરકાર તરફથી મોટા સમાચાર આવી રહ્યાં છે. કેન્દ્ર સરકારે શ્રમિકો સહિત ફસાયેલા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ જેવા લોકોને પોતાના વતન જવા મંજૂરી આપી દીધી છે. તમામ લોકોને બસ દ્વારા પોતાના વતન પહોંચાડાશે. આ ઉપરાંત તમામનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર તરફથી રજૂ કરેલા નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે, અલગ-અલગ રાજ્યોમાં કેટલાક પ્રવાસી મજૂરો, ટૂરિસ્ટ, વિદ્યાર્થીઓ અને શ્રદ્ધાળુંઓ ફસાયેલા છે. તેમને હવે કેટલાક નિયમો સાથે પરત ફરવાની પરવાનગી આપવામાં આવે છે.
તે સાથે જ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નોડલ ઔર્થોરિટી બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જે પોતાના રાજ્યોમાં આવનારા લોકો અને ત્યાંથી જનારા લોકની દરેક જાણકારી રાખશે. જો કોઈ રાજ્ય પોતાના નાગરિકોને પરત લાવવા ઈચ્છે તો બીજા રાજ્યો સાથે સંપર્ક કરીને તેમની સહમતિથી લોકોને લાવી શકાય છે.