સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સેન્ટ્રલ એજ્યુકેશન ઇન્સ્ટીટયુશન્સ (રિઝર્વેશન ઇન ટીચર્સ કેડર) એક્ટ, ૨૦૧૯ હેઠળ આઇઆઇટીમાં રિસર્ચ ડિગ્રી પ્રોગ્રામમાં એડમિશન અને ફેકલ્ટી મેમ્બરની ભરતીમાં અનામત નીતિનો અમલ કરવાના નિર્દેશ આપ્યા છે.
સુપ્રીમ કોર્ટે એસ એન પાંડે નામની એક વ્યકિત દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરતા આ નિર્દેશ આપ્યા હતાં. અરજીમાં કેન્દ્ર સરકાર અને આઇઆઇટીના રિસર્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ અને ફેકલ્ટી મેમ્બરની ભરતની સંબધમાં અનામત નીતિનું પાલન કરવાના નિર્દેશ આપવાની માગ કરવામાં આવી હતી.