સંસદમાં ચોમાસા સત્રનો આજે છેલ્લો દિવસ છે ત્યારે કેન્દ્ર સરકાર લોકસભામાં બે બિલ રજૂ કરશે જેમા સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુધારા બિલ, 2023 અને ઈન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુધારા બિલ 2023નો સમાવેશ થાય છે.
કેન્દ્રીય કેબિનેટે બંને બિલોને મંજૂરી આપી
કેન્દ્રીય કેબિનેટે આ સપ્તાહની શરૂઆતમાં બંને બિલોને મંજૂરી આપી હતી. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટમાં સુધારાથી હોર્સ રેસિંગ, ઓનલાઈન ગેમિંગ અને કેસિનો પર 28 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST વસૂલવાની મંજૂરી મળશે