કેન્દ્રીય મંત્રીમંડળે વર્તમાન મેડિકલ કોલેજોની સાથે ૧૫૭૦ કરોડ રૂપિયાના ખર્ચે ૧૫૭ સરકારી નર્સિંગ કોલેજોની રચનાને મંજૂરી આપી દીધી છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.
દેશમાં નર્સિંગ પ્રોફેશનલોની સંખ્યા વધારવા અને વ્યાજબી ભાવે ગુણવત્તયુકત શિક્ષણ પુરુ પાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મેડિકલ કોલેજોની સાથે જ આ નર્સિગ કોલેજો શરૂ કરવાથી વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રકચર, સ્કીલ લેબ, ક્લિનિકલ ફેસિલિટીનો મહત્તમ ઉપયોગ કરી શકાશે. બે વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સરકારની યોજના છે.