કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે ઇડીના ડાયરેક્ટર સંજયકુમાર મિશ્રાને ૧૫ ઓક્ટોબર સુધી પદ પર ચાલુ રાખવામાં આવે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે તેમની ગેરહાજરીને કારણે ફાઇનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) દ્વારા કરવામાં આવી રહેલી રિવ્યુની કામગીરીમાં ભારતના રાષ્ટ્રીય હિતો પર પ્રતિકૂળ અસર પડશે.
સોલિસિટર જનરલ તુષાર મહતાએ ન્યાયમૂર્તિ બી આર ગવઇ, હિમા કોહલી અને પ્રશાંતકુમાર મિશ્રાને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના ૧૧ જુલાઇના આદેશમાં સંશોેધન માગ માટે અરજી દાખલ કરી છે.