કોરોના મહામારી મધ્યે હાલમાં ચાલી રહેલી અનલોક પ્રક્રિયા દરમિયાન લોકો અને માલસામાનની આંતરજિલ્લા અને આંતરરાજ્ય અવરજવર પર કોઈપણ પ્રકારના નિયંત્રણો ન લાદવા કેન્દ્ર સરકારે દેશના તમામ રાજ્યોને નિર્દેશ આપ્યો છે. તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પાઠવેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે, અમને એવા અહેવાલો મળી રહ્યાં છે કે, વિવિધ જિલ્લા અને રાજ્યો દ્વારા લોકો અને માલસામાનની અવરજવર પર સ્થાનિક સ્તરે નિયંત્રણો લાદવામાં આવી રહ્યાં છે.