કોરોના મહામારીની બીજી લહેરને 'રાષ્ટ્રીય કટોકટી' સમાન ગણાવતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે સોશિયલ મીડિયા પર ફરિયાદો ઊઠાવનારા સામે પગલાં લઈને તેમને ચૂપ કરવા બદલ કેન્દ્ર સરકારથી લઈને પોલીસ વડાઓને ચેતવણી આપી હતી. કોર્ટે કહ્યું કે, સોશિયલ મીડિયા પર ફરિયાદો કરનારા લોકો ખોટી ફરિયાદો કરે છે તેવું માનીને તેમને ચૂપ કરી શકાય નહીં. કોર્ટે કેન્દ્ર અને પોલીસ વડાઓને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, લોકો પાસે મદદની હાકલ સહિત સોશિયલ મીડિયા પર માહિતીના મુક્ત પ્રવાહને રોકવાના પ્રયાસને કોર્ટની અવમાનના સમાન ગણવામાં આવશે અને તેમની સામે કાર્યવાહી હાથ ધરાશે. આ સાથે સુપ્રીમે કેન્દ્રને રસીકરણ, ઓક્સિજનના પુરવઠા, રસીનો ભાવ નિશ્ચિત કરવા, અને રસી માટે જરૂરી લાયસન્સિંગ પર નીતિગત ફેરફારો અંગે નિર્ણય લેવા કેન્દ્રને જણાવ્યું છે.