મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ત્રણ લોકોને માર મારવાના મામલે સોમવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મહારાષ્ટ્ર સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. આ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ઉદ્ધવ સાથે વાત કરી હતી અને તેમને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત, અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીએ રાજ્ય સરકાર સામે આંદોલન કરવાની ચીમકી આપી છે. જ્યારે હનુમાનગઢીના પૂજારી રાજુ દાસ ધરણા પર બેઠા છે.
મહારાષ્ટ્ર સરકારે આ મામલામાં કાર્યવાહી કરી છે. 110 લોકોની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી, તેમાં કેટલાક માઈનર પણ સામેલ હતા. ઉદ્ધવે કહ્યું કે અમે બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. તેમણે એ પણ કહ્યું કે પાલઘર મોબલિન્ચિંગમાં સાંપ્રદાયિક એંગલ નથી.
જણાવી દઈએ કે, 16 એપ્રિલની રાતે પાલઘરના ગડચિનચલે ગામમાં બે સાધુઓ સહિત 3ની મારીને હત્યા કરવામાં આવી હતી, તેઓ અંતિમ સંસ્કારમાં જઈ રહ્યાં હતા. જો કે આ સંપૂર્ણ ઘટના દરમિયાન ઉપસ્થિતિ લોકોમાં કેટલાક પોલીસકર્મીઓ પણ સામે આવ્યાં છે. રવિવારે ભાજપના નેતા સંબિત પાત્રાએ કહ્યું હતું કે સંતોની હત્યા કરવામાં આવી અને દેશના તમામ ધર્મનિરપેક્ષો આજે શાંતિથી બેઠા છે. સાક્ષી મહારાજે પણ લિન્ચિંગ કરનારને રાક્ષસનો કરાર આપ્યો અને કહ્યું કે તેમની પર કાર્યવાહી કરવામાં આવે.