કેન્દ્ર સરકારના શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડમાં જમા પડેલી રકમ પર ૨૦૨૨-૨૩ના વર્ષમાં એટલેકે ૩૧મી માર્ચ ૨૦૨૩ સુધી જમા પડેલી રકમ પર ૮.૧૫ ટકા વ્યાજ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારના પ્રસ્તુત નિર્ણયને પરિણામે ગુજરાતની ૪૫૦૦૦થી વધુ કંપનીઓના ૬૫ લાખ કર્મચારીઓને વધારાનો લાભ મળશે.
દેશના ૫ કરોડથી વધુ સબસ્ક્રીબર્સને રૂ. ૯૦,૦૦૦ કરોડનો ફાયદો થશે, એમ ભારતના શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કરેલી જાહેરાતમાં જણાવ્યું હતું. વાસ્તવમાં આ અંગેની જાહેરાત માર્ચ ૨૦૨૩મા ંકરવામાં આવી હતી, તેને મંજૂરી આજે આપીને જાહેરાત કરવામાં આવી છે. પ્રોવિડન્ટ ફંડના ખાતામાં રૂ. ૧ લાખ જમા પડયા હશે તો માત્ર રૂ. ૫૦નું વ્યાજ વધારે જમા થશે