વૈશ્વિક કોરોના મહામારીને લીધે પડી ભાંગેલી ભારતની આર્થિક વ્યવસ્થા (Economy)ને ટેકો આપવા કેન્દ્ર સરકારે (Central Govt) અન્ય એક રાહત પેકેજ (Relief Package)ની જાહેરાત કરી છે. સોમવારે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે અર્થતંત્રને લઇને મહત્વના એલાન કર્યા હતા. આ પૈકી કોરોનાની ઘાતક બીજી લહેરથી થયેલા નુકસાન અને સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આરોગ્ય વ્યવસ્થાને લઇને પણ ખાસ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
નાણાં મંત્રીએ કરેલા રાહત પેકેજના એલાન મુજબ, કોરોના મહામારીને લીધે નુકસાન વેઠી રહેલા દેશના તમામ ક્ષેત્રોને ઉભરવામાં મદદ મળે એ માટે 1.1 લાખ કરોડ રુપિયા ફંડ ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ ફાળવ્યા છે. આઠ મહાનગરોને છોડી અન્ય શહેરોમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેન્દ્ર સરકારે 50,000 કરોડ રુપિયાનું પેકેજ જાહેર કર્યું છે. મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકાર ઓછા વ્યાજે લોન આપશે. આ યોજના હેઠળ વધુમાં વધુ 100 કરોડ રુપિયા સુધીની લોન પર મળશે.
નોંધનીય છે કે, ગત વર્ષે પણ કોરોના કાળ દરમિયાન કેન્દ્રએ ક્રેડિટ ગેરંટી યોજનાનું એલાન કર્યું હતું. આ વર્ષે ઇસીએલજીએસ સ્કીમ હેઠળ 1.5 લાખ કરોડ રુપિયા લોનની જોગવાઇ કરી છે. ક્રેડિટ ગેરંટી સ્કીમ દ્વારા 25 લાખ નાના ઉદ્યોગોને ફાયદો મળશે. જેમાં વ્યાજની ટકાવારી MCLR પ્લસ 2 ટકા રહેશે. આ માટેનો મહત્તમ સમયગાળો 3 વર્ષનો રહેશે અને આ યોજનાનો લાભ 31 માર્ચ 2022 સુધી મેળવી શકાશે.