ફાસ્ટેગ મામલે વાહનચાલકોની બેદરકારી સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે નવો નિયમ જાહેર કર્યો છે. ઘણા વાહનચાલકો હાઈવે પર જતી વખતે જાણીજોઈને વાહનની અંદર વિંડસ્ક્રીન પર ફાસ્ટેગ લગાવતા નથી, ત્યારે આ સમસ્યા નિવારવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ મોટો નિર્ણય લીધો છે.