સિંગલ રૂમમાં રહેતાં રેવાબહેનની દીકરી બીમાર હતી. ચાલમાં રમતા પડોશીના છોકરા રમણને બોલાવીને રેવાબહેને કાકલૂદી કરી, બેબી માંદી છે અને ભઈલા મને છ મોસંબી લાવી આપીશ? પહેલાં તો રમણે ના પાડી: ઐયાં રમતાં રમતાં કોણ જાય? મારો દાવ જશે. પરંતુ રેવાકાકીનું દયામણું મોં જોઈને રમણે ભલ્લે કહીને ઝોળી અને દસ રૂપિયાની નોટ હાથમાં લીધી. ભેરૂઓને ટાઈમ પ્લીસ (એમ જ) કહીને રમણ દોડતો ગયો અને ખોટા રૂપિયાની જેમ પાછો ફર્યો. છ મોસંબીવાળી ઝોળી અને બે રૂપિયાની નોટ રમણે રેવાકાકીને આપી અને એ પોતાનો દાવ આગળ ધપાવવા માટે દોડતો જતો હતો ત્યા તો રેવાકાકીએ એના હાથમાં ગોળપાપડીના બે મોટા ટુકડા સેરવી દીધા. બેઉ ટુકડા એકસાથે મોફાડની ઘંટીમાં ઓરીને રમણ સેન્ડલનું પોતાનું બકલ ઠીક કરવા વાંકો વળ્યો એટલે તેના ખીસામાંથી પાંચ ટોફી નીચે પડી ગઈ. ઝડપથી એ ટોફી વીણી લઈને અને કોણ કહે છે કે રાંપનો ઘાને ન્યાયે એ તો છેને તે સસ્તામાં મામા મળી ગયાતાને તી એમણે પરાણે ટોફી આપી કહેતોકને રમણ ચકભિલ્લુ રમી રહેલા પોતાના ભેરુઓના ટોળામાં વિલીન થઈ ગયો. રેવાકાકીની અનુભવી આંખ ચમકી. તેમણે ઝાળી ખોલી તો તેમાંથી સાવ નાની અને સુકી છ મોસંબી નીકળી પડી. કાચના સંચા ઉપર રેવાકાકીના વર આગલે દહાડે છ રૂપિયામાં છ મોટી રસદાર મોસંબી લાવ્યા હતા. રમણ આઠ રૂપિયામાં એથી અડધા કદની અને સૂકીભટ મોસંબી લઈ આવ્યો. રેવાકાકીને ઓછું આવ્યું : મૂઈ હું, તેઓ બબડ્યાં, કમાડે સાંકળ ચઢાવીને છોડીને મેલીને હું જાતે હીંડી હોત તો ક્યા મારે પગે છાલાં પડી જવાનાં હતાં. પડોશમાં કજિયો થશે અને કજિયાનું મોં કાળું એમ સમજીને રેવાકાકી ગમ ખાઈ ગયા. તેઓ મનમાં સંધુંય પામી ગયા હતાં. સમણિયે વટાવ કાઢ્યો. ચોખ્ખો ઘીની ગોળપાપડીના બે મોટા કટકા બોનસમાં દીધા ઈ તો છામાં, ભાગ્યશાળીને ભૂત રળે. પોતાની પૂરાણી આદત મુજબ અડધો ડઝન કહેવતો બોલીને રેવાકાકીએ રે જીવ, ભઠ કરાને પાણિયારાનું પિત્તળુંનું બુઝાંરૂ માંદવા લીધું. રેવાકાકીનો મૂડ બગડે ત્યારે દસબાર વાસણ ઊટરીને ચકચકતાં કરી નાખે.
રમણિયો ટેન પર સેન્ટ કલ્ચરનો એક નાદર અને નાદાર નમુનો છે. વર્તમાન શહેરી સંસ્કૃતિ માટે તંત્રી રૂસી કરંજિયા ધ ટેન પર સેન્ટ કલ્ચર એવો શબ્દપ્રયોગ કરે છે. સવારથી સામજ સુધી માણસ કમિશન કાઢે છે. સેલવેસ્ટશને તમે ચાર રૂપિયાની કાર્ડ ટીકિટ ખરીદવા માટે 10 રૂપિયાની નોટ આપો તો પ્રથમ તો બુકીંગ ક્લાર્ક તમને એક રૂપિયો રોકડો અને સાચ્ચી કાર્ડ ટિકિટ આપશે. ઘાઈ ઘાઈમાં તમે ચાલતી પકડો તો બુકિંગ ક્લાર્કને ગંગા નાહ્યા ને જમના તર્યા જેવું લાગે. માનો કે તમે પાછા ફર્યા તો એ ક્લાર્ક તમને સિફ્તથી રહેશે, તમે કાં ભાગી ગયા? સારૂં થયું, મે પાંચની નોટ લઈ લીધી (આ લો) નહીંતર તમારી પછી ઊભેલો માણસ એ નોટ લઈ જાત અને ગળું તો મારૂં પકડત. કામવાળીને તમે શાકભાજી લેવા મોકલો કે ઓફિસના મેસેન્જર બોયને તમે પાન લેવા મોકલો કે પ્યુનને તમે બૂટ રિપેર કરાવવા મોકલો કે ઓફિસના સ્ટાફર મેનેજરને (હવે એઓશ્રી મટીરિયલ્સ મેનેજર કહેવાય છે.) તમે સાત ચીજનું ઈન્ડેન્ટ લખી આપો એટલે એની નીચે બે બીજી ચાર ચીજો ઘરની ઉમેરી લે. હરામનું ખાવું, બોફસિયું કમિશન કાઢી લેવું, પગાર ઉપરાંત ટેબલ તળે કશુંક પ્રાપ્ત કરવું એને ચતુરાઈની નિશાની ગણાવામાં આવે છે. શેઠે મથુરભાઈને ગડગડિયું દઈ દીધું કારણ એમને ખાતાં નો આવડ્યું. ટૂંકમાં, ખાવું એ ગુનો નથી, ખાતાં ખાતાં પકડાઈ જવું એ ગુનો છે. પ્રધાનો મોટા કોન્ટ્રેક્ટરો કે લાઈસન્સો આપે તેમાં તેઓ છૂપું કમિશન કાઢે છે. સચિવો ડિટ્ટો, કરકુનો અને પટાવાળો પણ એજ રસ્તે જાય છે. તમારે ઘરમાં રંગ કાવવો હોય કે રસોડામાં ટાઈલ્સ નખવવા હોત તો મુંબઈમાં તમને ફૂટના 40 રૂપિયા, પૂછો મગનભાઈને. અમે તો ગિરાકને રાજી કરીએ., લુંટારા નથી અમે. દાળરોટલી મળે તો હાઉ.