આગામી વર્ષ 2021ની રાજયની વસ્તી ગણતરી ગુજરાત સરકારની વસ્તી ગણતરી કચેરી દ્વારા આગામી મે મહિનાથી સપ્ટેમ્બર 2020 સુધીમાં કરવામાં આવશે. આ કામગીરીને પાર પાડવા માટે 18 નવેમ્બરથી વિશેષ તાલીમ શિબિર શરૂ થઈ ગઈ છે.
કુલ 6 દિવસ ચાલનારી આ તાલીમ શિબિરમાં અંદાજે 25 જિલ્લાઓમાં 56 માસ્ટર ટ્રેનરોને તાલીમબદ્ધ કરવામાં આવશે.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ વર્ષ 2021ની વસ્તી ગણતરી માટે આ વખતે પ્રથમ વાર તમામ માહિતી એકત્ર કરવા માટે ખાસ મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રથમ તબકકામાં રાષ્ટ્રીય વસ્તી પત્રક એનપીઆરની માહિતી પણ આધુનિક ટેકનોલોજી સાથે જોડવાની કામગીરી પણ કરવામાં આવશે. રાજયના 33 જિલ્લા અને 251 તાલુકાઓમાં આ કામગીરી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વસ્તી ગણતરી 2021ની ક્ષેત્રીય કામગીરીનું સંચાલન સીએમએમએસ પોર્ટલ દ્વારા કરવામાં આવશે. સરકાર દ્વારા આ કામગીરીમાં અંદાજે 1 લાખ 31 હજારથી વધુ કર્મચારીઓ જોડાશે.