અનંત અંબાણીના પ્રી વેડિંગમાં સેલીબ્રેટીનો જમાવડો જોવા મળી રહ્યો છે. એક બાદ એક દિગ્ગજ કલાકારોનું જામનગરમાં આગમન થઈ રહ્યું છે.. અજય દેવગણ સુનિલ શેટ્ટી, અનિલ કપુર અને અક્ષય કુમાર જેવા કલાકારો પહોંચી ગયા છે. બીજી તરફ શ્રદ્ધા કપુર અને માધુરી દીક્ષિત પણ જામનગર પહોંચી ગઈ છે. કલાકારોના આગમનને પગલે સુરક્ષા વ્યવસ્થાનો પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. વિશ્વભરમાંથી હસ્તીઓ જામનગર પહોંચી છે. આ તમામ હસ્તીઓ અંબાણીના આંગણે અવસરને વધાવવા માટે પહોંચ્યા છે.
મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ટાઉનશીપમાં આયોજિત એક માર્ચથી 3 માર્ચ સુધી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિવેડિંગ સેરેમની યોજાઈ છે. આ સમારોહમાં આમંત્રિત સહુ સેલેબ્રિટીઓનો જામનગર ઍરપોર્ટ પર જમાવડો જોવા મળ્યો હતો. આ દરમિયાન ઍરપોર્ટને જામનગરની પ્રખ્યાત બાંધણીથી સુશોભિત કરવામાં આવ્યુ હતુ. ઍરપોર્ટ પર રાસગરબાની રમઝટ બોલાવી સ્થાનિક કલાકારો દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયુ હતુ.