રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણો સામે આવી રહ્યા છે, જેમાં 100 બેઠકો પર આગળ રહેનાર ભાજપે ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પક્ષના કાર્યાલય બહાર ટેન્ટ લગાવાયા છે, ઉપરાંત ઘણી તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન શનિવારે સાંજે ભાજપ કાર્યાલય પર એક પછી એક રાજ્યસભા સાંસદ ઘનશ્યામ તિવાડી, પૂર્વ ધારાસભ્ય અરૂણ ચતુર્વેદી અને પૂર્વ ધારાસભ્ય મોહન લાલ ગુપ્તા પહોંચ્યા હતા. વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા જ ભાજપ કાર્યાલયે ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે