વિશ્વના મોટાભાગના દેશોએ 2024ને અલવિદા કહીને વર્ષ 2025ને આવકાર્યું છે. દુનિયાભરના દેશોના ટાઈમ ઝોન જુદા હોવાના કારણે નવા વર્ષની શરૂઆત પણ જુદા જુદા સમયે થાય છે. મોટાભાગના દેશોમાં નવા વર્ષની શરૂઆત થઇ ચૂકી છે. જોકે, હજુ પણ કેટલાક દેશના લોકો વર્ષ 2025ને આવકારવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ દરમિયાન ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ચીન, સિંગાપોર, જાપાન જેવા દેશો વર્ષ 2025ની શરૂઆતને લઇને ઉલ્લાસભેર ઉજવણી કરી રહ્યા છે.