વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત દેશભરના ૧૦મા, ૧૧મા અને ૧૨મા ધોરણના વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. મોદીએ કહ્યું હતું કે તમને બધાને મળીને હું ૫૦ વર્ષ નાનો થઈ જાઉં છું. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે પરીક્ષાનો ડર રાખ્યા વગર પરીક્ષાને એક તહેવારની જેમ સેલિબ્રેટ કરો. તેનાથી માનસિક તણાવ ઘટી જશે.
બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦મા, ૧૧મા અને ૧૨મા ધોરણના વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી, ઉપરાંત દરેક રાજ્યોના શિક્ષણ મંત્રીઓ જોડાયા હતા. પાંચમી વખત પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લાં બે વર્ષથી કોરોનાના કારણે વિદ્યાર્થીઓની હાજરીમાં કાર્યક્રમ ફિઝિકલ રીતે આયોજિત ન થયો તે બાબતે શિક્ષણ મંત્રીએ ખેદ વ્યક્ત કરીને ફરીથી કાર્યક્રમ ૨૦૨૨માં યોજાયો તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.