-
રાજકારણમાં ચૂંટણીઓ સમયે હવે એક નવુ આયામ ઉમેરાયું છે. પેલો માનતો નથી? જુઓ તો એ ક્યાંક હોટેલ-વોટેલમાં ગયો છે? ગયો હોય તો બહાર પાડો સીડી...! હાલમાં જ છેલ્લાં બે-3 વર્ષથી પાટીદારોને અનામતના મામલે ભાજપ સરકારની સામે આંદોલન ચલાવનાર યુવા નેતા હાર્દિક પટેલની કોઇ હોટેલમાં તે કોઇ મહિલાની સાથે મોજમસ્તી કરી રહ્યો હોય તેવા દ્રશ્યો સાથેની સીડી કે વિડિયો બહાર પડાયો. વાયરલ કરાયો. અને પછી આક્ષેપ અને પ્રતિ આક્ષેપ શરૂ થાય. સીડી કે વિડિયો કોઇનો પણ હોય તે યોગ્ય તો નથી. પણ આ તો ચૂંટણીઓનો સમય છે. જીતવા માટે જે કરવું હોય,જેટલું કરવું હોય તેટલું ઓછું અને બધુ જ માફ. કેમ કે ચૂંટણીઓ એક યુધ્ધ છે. જેમ યુધ્ધમાં બધુ જ માફ તેમ ચૂંટણીઓમાં પણ બધુ જ માફ. સીડી કહેતાં નિસરણી માથાંમાં મારો કે સીડી કહેતાં ડીવીડી કે વિડિયો ઘણાં બધા માથાંઓમાં મારો. માફ. પણ એ રમતમાં બે તરફી હોવું જોઇએ. પરંતુ એમ થાય છે ખરૂ?
જેમ કે હાર્દિકે સીડી મામલે અને અનામક મામલે પ્રેસ કરી ત્યારે તેમણે ભાજપના કેટલાક નેતાઓનો સીડી બાબતે ઉલ્લેખ કર્યો. મહિલાની જાસુસીની વાત કરી તો એ કોઇને ના ગમે. માંડલની વાત કરી તો એ કોઇને ના ગમે. પણ એ તો કેમ ચાલે. આવી સીડી જાહેર કરી અને એ સીડી પર ચઢીને હાર્દિકને ભાજપે મોટો કર્યો. 3 વર્ષ પહેલા જેમનું નામ કોઇ જાણતું જ નહોતુ એવા આ યુવાન ચોક્કસ સમાજમાં લોકપ્રિય બનાવવામાં ઘણાં બધા પરિબળોમાં સત્તાધીશો પણ જવાબદાર છે. રાજકીય રીતે જોઇએ તે પાટીદારોને અનામતના મામલે હાર્દિક કોંગ્રેસે આપેલી ફોર્મ્યુલાને અનુમોદન આપીને કોંગ્રેસને જીતાડવા નહીં પણ ભાજપને હરાવવાનો નિર્ણય કર્યો તે જ વખતે આ સીડી બહાર આવવી તે પણ એક યોગાનુંયોગ જ કહી શકાય. રાજકારણમાં અને ચૂંટણીઓમાં અગાઉ કોઇને બદનામ કરવામાં પત્ર-પત્રિકાઓનો ઉપયોગ થતો હતો. નામ-સરનામા વગરની પત્રિકાઓ ફરતી થતી હતી. કયારેક વળી કોઇ અખબારમાં સમાચારના રૂપમાં માહિતી છપાવડાવીને હોબાળો મચાવવામાં આવતો હતો. સમય અને ટેકનોલોજીની સાથે હવે સીડી કે વિડીયો વાયરલનો ઉપયોગ કે દુરૂપયોગ થઇ રહ્યો છે. આવા સાધનો બેધારી તલવાર સમાન હોય છે. ક્યાંક ઉપયોગ કરનારને પણ વાગી જાય. ચૂંટણીઓનો રંગ કેટલો ઘેરો બની રહ્યો છે તે આવી ઘટનાઓ પરથી સમજી શકાય.જેઓ રાજકારણમાં અને ખાસ તો ગુજરાતના રાજકારણમાં આવવા માંગે છે તેમના માટે આ બોધપાઠ સમાન છે. જીગ્નેશ મેવાણી નવા નિશાળિયા છે. અલ્પેશ ઠાકોર કંઇક રાજકારણના અનુભવી જણાય છે. તેમણે ધ્યાન રાખવું જોઇએ. ક્યાંક હાર્દિક જેવું ના થાય...! તો પછી તેનો રસ્તો શું? રસ્તો એ જ કે કોઇની સાથે મીઠા મધૂરા સંબંધોમાં સા...ચ...વ...જો. લપસણી જગ્યા છે. પગ મૂકતા વિચારજો. હજુ તો આ શરૂઆત થઇ છે. આગે...આગે...દેખો હોતા હૈ ક્યા....પણ આ બધી લડાઇમાં જો જો પેલો બિચ્ચારો મતદાર ભૂલે-બિસરે ગીતની જેમ વિસરાઇ ના જાય...