પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા અને આ પછી મુંબઈની ક્રિકેટ કલબ ઓફ ઈન્ડિયાએ બીસીસીઆઇ સમક્ષ રજુઆત કરતાં કહ્યું છે કે, ભારતે વર્લ્ડ કપમાં રમાનારી પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરવો જોઈએ. મહત્વનું છે કે, આતંકી હુમલા બાદ લોકોના રોષને જોતા ક્રિકેટ કલબ ઓફ ઈન્ડિયા (સીસીઆઇ) ખાતેના ઈમરાન ખાનના પોસ્ટરને ઢાંકી દેવામાં આવ્યું હતુ.
હવે સીસીઆઇએ એક ડગલું આગળ વધીને બીસીસીઆઇને વિનંતી કરી છે કે, ભારતે પાકિસ્તાન સામેની વર્લ્ડ કપની મેચ ન રમવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડની ભૂમિ પર તારીખ 30 મી મે થી શરૃ થઈ રહેલા આઇસીસી વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 16મી જૂનના રોજ મેચ રમાશે. ભારત અને પાકિસ્તાનનો મુકાબલો માન્ચેસ્ટરમાં રમાવાનો છે અને આ મેચની તમામ ટિકિટો પણ પહેલેથી વેચાઈ ચૂકી છે.