ATMની બહાર લાંબી લાઈન થાય તે માટે માત્ર કરન્સીની અછત જવાબદાર નથી. પણ બેંકોનું સંચાલન પણ જવાબદાર છે. સૂત્રોનું કહેવું છે કે આરબીઆઈ બેંકોને નાણાનો પુરવઠો આપે તે બેંકો એટીએમમાં જમા કરાવવાના બદલે બ્રાંચમાં રોકડનો સંગ્રહ કરે છે, જેથી પોતાની બ્રાંચના ગ્રાહકોને સર્વિસ આપી શકાય. આરબીઆઈ જે નાણાનો જથ્થો આપે છે તેમાંથી બેંક માત્ર 10 ટકા જ એટીએમમાં જમા કરે છે,તેમ પણ સૂત્રોએ ઉમેર્યું. આ કારણોસર જ દેશમાં 2.2 લાખ એટીએમ મોટાભાગે ખાલી જ રહે છે.