આજે જાહેર થયેલા પરિણામમાં સીબીએસઈ ધોરણ-12ની ટોપર મેઘના શ્રીવાસ્તવે પોતાની સફળતાનો શ્રેય પોતાની મહેનત, શાળા અને માતા-પિતા તરફથી મળેલા સહકારને આપ્યો છે. પરિણામ પછી તેણે જણાવ્યું કે તે સાઇકોલોજીમાં અભ્યાસ કરવા માંગે છે. મેઘનાએ કહ્યું કે યુનિવર્સિટી ઓફ કોલંબિયાથી આગળનો અભ્યાસ કરવા માંગે છે. ભવિષ્યની યોજનાઓ અંગે મેઘનાએ જણાવ્યું કે કોમ્યુનિટી સર્વિસ ક્ષેત્રમાં કામ કરવા માંગે છે.