દેશમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ વણસી જતા અને હવે સરકાર માટે પણ સ્થિતિ કાબુ બહાર જતી હોવાથી કેન્દ્ર સરકારે અંતે મેમાં લેવાનારી ધો.૧૦-૧૨ની સેન્ટ્રલ બોર્ડની પરીક્ષાઓ અંતર્ગત ધો.૧૦ની પરીક્ષા રદ કરી દીધી છે અને ધો.૧૨ પરીક્ષા જુન સુધી મુલતવી રાખી દીધી છે. કોરોનાના અતિસંક્રમણ વચ્ચે પરીક્ષાઓ હવે ન લેવાનાર હોવાથી વિદ્યાર્થીઓ-વાલીઓને રાહત થઈ છે પરંતુ પરીક્ષાઓ પાછી ઠેલાતા ખાસ કરીને ધો.૧૨ના વિદ્યાર્થીઓ-વાલીઓમાં ચિંતા પણ વધી છે કારણકે ફરી એકવાર પરીક્ષા મોડી થશે અને ક્યારે થશે તે નક્કી નથી જેથી આખુ વર્ષ મહેનત કરતા વિદ્યાર્થીઓને હવે પરીક્ષા અને પરિણામ સાથે ઈજનેરી-મેડિકલ સહિતના પ્રોફેશનલ કોર્સીસના પ્રવેશને લઈને ચિંતા થઈ છે.