Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સીબીએસઇ તરફથી ધોરણ-12 ના પરિણામ તૈયાર કરવાને લઈ રચવામાં આવેલી કમિટીએ આજે સુપ્રીમ કોર્ટ માં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. સુપ્રીમ કોર્ટે સીબીએસઇને મૂલ્યાંકન નીતિ નક્કી કરવા માટે 14 દિવસનો સમય આપ્યો હતો.

કોરોના વાયરસના સંક્રમણના કારણે સીબીએસઇ અને આઇસીએસઇ તરફથી ધોરણ-12 બોર્ડ પરીક્ષા 2021ને રદ કરી દેવામાં આવી હતી. હવે પરિણામ જાહેર કરવાને લઈ સીબીએસઇ તરફથી તૈયારી કરવામાં આવી રહી છે. આજે સુપ્રીમ કોર્ટમાં સીબીએસઇ ધોરણ-12નું પરિણામ જાહેર કરવાને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી જેમાં સીબીએસઇએ સોગંધનામું રજૂ કર્યું. સુપ્રીમ કોર્ટમાં AGએ કહ્યું કે આ પહેલા આવી પરિસ્થિતિ ક્યારેય ઊભી નથી થઈ. કોર્ટે કહ્યું કે પોલિસીની એક નકલ વિકાસ સિંહને પણ આપવામાં આવે.
CBSE અને ICSE બોર્ડ તરફથી ધોરણ-12ની માર્કશીટ તૈયાર કરાને લઈ રચવામાં આવેલી 13 સભ્યોની સમિતિએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો. CBSEએ જણાવ્યું કે ધોરણ-10, ધોરણ-11 અને ધોરણ-12ની પ્રી બોર્ડ પરીક્ષાના પરિણામ અને ધોરણ-12ના ફાઇનલ પરિણામના આધાર પર તૈયાર કરવામાં આવશે અને પરિણામ 31 જુલાઈ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે.
વી રીતે તૈયાર કરવામાં આવશે પરિણામ?
સીબીએસઇએ કહ્યું છે કે ધોરણ-10ના 5 વિષયમાંથી 3 વિષયના સૌથી સારા માર્કને લેવામાં આવશે. આવી જ રીતે ધોરણ-11ના 5 વિષયના સરેરાશ માર્ક લેવામાં આવશે. આ ઉપરાંત ધોરણ-12ના પ્રી-બોર્ડ પરીક્ષા અને પ્રેક્ટિકલના માર્કને લેવામાં આવશે. ધોરણ-10ના માર્કના 30 ટકા, ધોરણ-11ના માર્કના 30 ટકા અને ધોરણ-12ના માર્કના 40 ટકાના આધાર પર પરિણામ આવશે.
CBSEએ ધોરણ-12ની પરીક્ષા માટે મૂલ્યાંકન માપદંડ પ્રસ્તુત કરતાં કોર્ટને જણાવ્યું કે, 40 ટકા માર્ક ધોરણ-12ની પ્રી-બોર્ડ પરીક્ષાને આધારિત હશે. જ્યારે ધોરણ-10 અને ધોરણ-11ની પરીક્ષાના પણ 30-30 ટકા માર્ક તેમાં જોડાશે. બોર્ડે ધોરણ-12ના પરિણામમાં અગાઉની પરીક્ષાઓના પ્રદર્શનને પણ મહત્ત્વ આપવાનો નિર્ણય કર્યો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ