સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE)એ અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાની ફીમાં 24 ગણો વધારો કર્યો છે. હવે SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓને 50ની જગ્યાએ 1200 રૂપિયા ફી જમા કરાવવી પડશે. આ ઉપરાંત જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
હવે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને 750ની જગ્યાએ 1500 રૂપિયા બોર્ડ એક્ઝામ ફી ભરવી પડશે. 10મા ધોરણના વિદ્યાર્થીઓને નવમા ધોરણમાં અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને 11મા ધોરણમાં રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, 12મા ધોરણની બોર્ડ પરીક્ષામાં વધારાના વિષય માટે SC/ST વિદ્યાર્થીઓએ 300 રૂપિયા વધારાના આપવા પડશે. પહેલા વધારાના વિષય માટે કોઇ રકમ લેવામાં નહોતી આવતી. આ સિવાય હવે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને વધારાના વિષય માટે 150ની જગ્યાએ 300 રૂપિયા ચૂકવવા પડશે.