કેન્દ્રીય શિક્ષણપ્રધાન ડો. રમેશ પોખરિયાલ નિશંકે ગુરુવારે સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓ, વાલી અને શિક્ષકો સાથે વાતચીત કરી હતી. સંવાદ દરમિયાન શિક્ષણપ્રધાને જણાવ્યું હતું કે, ‘આપણા દેશમાં અમેરિકાની કુલ વસતી કરતાં પણ વધુ એવા ૩૩ કરોડ વિદ્યાર્થી છે. તેવામાં અમે કોરોના કાળમાં અભ્યાસ ચાલુ રહી શકે તે હેતુસર અનેક ઓનલાઇન કાર્યક્રમ શરૂ કર્યા છે.’ તેમણે કહ્યું હતું કે સીબીએસઆઇ ૧૦મા અને ૧૨મા ધોરણની પરીક્ષા તારીખો અંગે વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી. સીબીએસઇ પરીક્ષાઓ શરૂ થવાના લાંબા સમય પહેલાં પરીક્ષા તારીખની જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે પરીક્ષાઓ માર્ચ મહિનામાં જ યોજવી તે જરૂરી નથી. સીબીએસઇ બોર્ડ પરીક્ષાનો ૩૦ ટકા અભ્યાસક્રમ પહેલેથી જ ઓછો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત જેઇઇ મેઇન અને નીટ ૨૦૨૧નો અભ્યાસક્રમ ઘટાડવા પણ વિચારણા ચાલી રહી છે.