સુપ્રીમકોર્ટે CBSEને કહ્યું છે કે તે 10-12 ધોરણની બાકી પરીક્ષાઓ રદ કરવા અને આંતરિક મૂલ્યાંકનના આધારે પરિણામો જાહેર કરવા અંગે વિચારણા કરે. જસ્ટિસ એ.એમ.ખાનવિલકરના નેતૃત્વ હેઠળની 3 સભ્યોની બેન્ચે બુધવારે વાલીઓના એક જૂથની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. અરજીમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખી CBSEની બાકી પરીક્ષાઓને રદ કરવાની માગ કરવામાં આવી હતી. CBSEએ કહ્યું કે તે સ્થિતિને ધ્યાનમાં રાખીને જ દિશાનિર્દેશ આપશે.