દેશભરમાં વધી રહેલા કોરોના વાયરસના સંકટ વચ્ચે CBSE ની પરીક્ષાઓને લઈને ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે.CBSE ની ધોરણ 10ની પરીક્ષાઓ કેન્સલ કરવામાં આવી છે. તો સાથે જ ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
બોર્ડ પરીક્ષાઓને લઈને બુધવારે, 14 એપ્રિલ શિક્ષણ મંત્રાલય તેમજ સીબીએસઈના અધિકારીઓની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક યોજાઈ હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં કોરોના મહામારીથી પેદા થયેલી હાલની સ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરવામાં આવી છે.